ધૂપ-છાઁવ - 112

(15)
  • 2.5k
  • 3
  • 1.5k

"માં તો મારી ખુશીમાં ખુશ છે. બસ મને જે ગમે તે કરવા માટે તે હંમેશા તૈયાર રહે છે. મારી એકલીની માં નહીં કદાચ આ દુનિયામાં બધાની માં આવી જ હોતી હશે!" "સાચી વાત છે અપેક્ષા તારી બધાની માં આવી જ હોતી હશે. ઓકે તો હવે આ વાત નક્કી કે આપણે સાદાઈથી લગ્ન કરવાના છે અને લગ્નની બધી જ તૈયારી પણ મારે જ કરવાની છે." "પણ લગ્નની બધી જ તૈયારી તમે એકલા શું કામ કરશો?" અપેક્ષાએ પ્રશ્નાર્થ નજરે ધીમંત શેઠની સામે જોયું. "એટલા માટે કે આ મારા લગ્ન છે." અને તે હસી પડ્યા. "એમ નહીં સાંભળ અપેક્ષા મારો કહેવાનો મતલબ એમ