પ્રારંભ - 100 - છેલ્લો ભાગ

(92)
  • 4.5k
  • 5
  • 2.9k

પ્રારંભ પ્રકરણ 100સમયને પસાર થતાં વાર લાગતી નથી. દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો ! જિંદગીનાં ૪૦ વર્ષ ક્યાં પસાર થઈ ગયાં એ ખબર જ ના પડી. કેતન હવે ૭૩ વર્ષનો થઈ ગયો હતો અને જાનકી ૭૨. કેતનના પિતા જગદીશભાઈ ૭૬ વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે મમ્મી જયાબેન ૮૨ વર્ષ સુધી જીવ્યાં હતાં. એમને ડાયાબિટીસ થયો હતો અને છેલ્લે માત્ર ૧૫ દિવસની માંદગીમાં જ દેહ છોડી દીધો હતો ! સિદ્ધાર્થ પણ ૭૫ વર્ષનો થઈ ગયો હતો અને સંપૂર્ણ નિવૃત્ત જીવન ગાળતો હતો. ક્યારેક ક્યારેક સ્વામિનારાયણ મંદિરમાં જઈને દાન કરતો અને પોતાની સેવાઓ પણ આપતો