ઋણાનુબંધ.. - 50

(19)
  • 3k
  • 2
  • 1.5k

સીમાબહેનને પરેશભાઈ આમ સ્પષ્ટ વાતની રજૂઆત કરશે એ અંદાજ નહોતો એમને હા કહીને વાતને પતાવી દીધી હતી. પ્રીતિની આ મુલાકાત બાદ ભાવિની સાથે વાત થતી હતી. અવારનવાર અજય સાથે પણ વાત થવા લાગી હતી. પ્રીતિને એમ જ થયું કે હવે બધામાં પરિવર્તન આવી રહ્યો છે. એને લાગ્યું કે, બેન્કમાં લોકર ખોલાવવાની પ્રોસેસ ચાલુ હશે એ થઈ જશે એટલે કહેશે કે ક્યારે આવે છે? પણ આ તો સ્તુતિ સાથે નજદીકી લાવી રહ્યા હતા એનો હક એને આપવો હોય એવું લાગ્યું નહીં. થોડા મહિના આમ ચાલ્યું, પછી પ્રીતિએ જ સામેથી અજયને પૂછી લીધું કે, "મારુ લોકર ખોલાવ્યું કે નહીં?""ના એ તું અહીં