ઋણાનુબંધ.. - 47

(13)
  • 2.9k
  • 3
  • 1.6k

પ્રીતિએ વર્ષો પહેલા જે એપ ફક્ત વાંચવા માટે જ ડાઉનલોડ કરી હતી, એ એપની ખ્યાતનામ લેખિકા બની ગઈ હતી. પ્રીતિનું મન જયારે ખુબ વ્યાકુળ રહેતું ત્યારે એ પોતાની લાગણી શબ્દોમાં પરિવર્તિત કરીને મનના ખૂણામાં હલચલ મચાવતી વેદના મનની બહાર જ ઠાલવીને હળવી થઈ જતી હતી.આગમનની આહટ જાણે સ્પર્શાઈ હતી,દિલને તારી યાદોએ ચોતરફ ઘેરી હતી,ચુંબકીય ખેંચાણની અદભુત અનુભૂતિ હતી,દોસ્ત! જોને.. ઋણાનુબંધી જ ભાગ ભજવતી હતી.સુંદર શબ્દોને કંડારતી કાવ્ય પંક્તિઓ પ્રીતિએ પ્રકાશિત કરી હતી. થોડી જ સેકન્ડોમાં કેટલી બધી લાઈક અને કોમેન્ટ આવી ગઈ હતી. અસંખ્ય લોકો એને ફોલો કરતા હતા. ઘણીવાર એને સ્ટેજ પર સ્પીચ આપવા પણ કોલેજ અને સ્કૂલમાંથી આમંત્રિત