પ્રેમ - નફરત - ૯૨

(24)
  • 3.2k
  • 3
  • 2.2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૯૨ રચનાને એ વાત સમજાતી ન હતી કે લખમલભાઈ અહીં આવ્યા છે એ વાત એમના પરિવારથી કેમ છુપાવવા માગતા હશે? પણ એણે પહેલાં આરવ સાથે ફોન પર વાત શરૂ કરી.‘રચના? તું ક્યાં છે?’ આરવનો ગભરાયેલો અવાજ આવ્યો.‘હું... મારા ઘરે આવી છું. મમ્મીએ બોલાવી હતી.’ રચનાએ સહજ સ્વરે કહ્યું.‘પણ તારો ફોન કેમ બંધ આવતો હતો? તેં મને કહ્યું કેમ નહીં?’ આરવના સ્વરમાં ફરિયાદ હતી.‘મને એમ કે તું કોઇની સાથે અગત્યની મીટીંગમાં હશે એટલે તને ખલેલ પહોંચાડવી નથી. પણ પછી અજાણતાં ક્યારે ફોનની સ્વીચ દબાઈ ગઈ અને બંધ થઈ ગયો એનો ખ્યાલ જ ના રહ્યો. હમણાં