ઋણાનુબંધ.. - 46

(14)
  • 2.7k
  • 2
  • 1.5k

અજય બસમાં બેઠો અને એણે પોતાના પપ્પાને ફોન કર્યો,"હેલ્લો બેટા, તું ક્યાં પહોંચ્યો?""પપ્પા, હું મંદિરે હતો. હવે બસમાં જાવ છું, મન વ્યાકુળ હતું આથી કાર લઈને નથી જતો. આ જાણ કરવા જ તમને ફોન કર્યો હતો.""દીકરા! તું ચિંતા ન કરીશ. બધું જ સારું થશે. પહોંચીને ફોન કરજે.""હા, પપ્પા." ટૂંકમાં જ જવાબ આપી અજયે ફોન મુક્યો હતો.બસ ચાલુ થઈ અને અજય ઊંઘવાની કોશિષ કરી રહ્યો હતો. અજયનું મન ખુબ વિચારોમાં અટવાયેલ હતું આથી એને ઊંઘી જવું જ ઠીક લાગી રહ્યું હતું. થોડીવારમાં માનસિક થાકના લીધે એને ઊંઘ આવી જ ગઈ હતી.**************************સ્તુતિ કિચનમાં રસોઈ બનાવી રહેલ પ્રીતિને પાછળથી વળગતા બોલી, "મમ્મી... મારા