ઋણાનુબંધ.. - 45

(11)
  • 2.7k
  • 2
  • 1.6k

પ્રીતિને કુંદનબેન સાથે વાત કરીને ઘણું સારું લાગ્યું હતું. પ્રીતિને પણ થયું કે, મમ્મીની વાત સાચી જ છે, મારો કોઈ વાંક નથી તો મારે આ બાબતે વિચારવું ન જ જોઈએ. પ્રીતિ પોતાનું બધું ધ્યાન થીસીસ લખવામાં જ આપતી હતી. રજાનાં દિવસોમાં સીમાબહેન આવ્યા હતા. અજયે એમની સામે પણ પ્રીતિને એજ સંવાદો કહ્યા, કે "તું મને છોડી દે.. તું તારા પિયર જતી રે. હું તને ક્યારેય ન્યાય નહીં આપી શકું."પ્રીતિ થોડી વાર ચૂપ રહી, એને થયું કે, મમ્મી કે પપ્પા હમણાં બંને માંથી કોઈક એને ઠપકો આપશે કે, પ્રીતિ ગર્ભવતી છે ને તું એને આવું કહે છે? પણ એ બંને ચૂપ