ઋણાનુબંધ.. - 44

(13)
  • 2.9k
  • 3
  • 1.8k

અજીબ હોય છે આ માતૃત્વની લાગણી,જોઈ નહીં છતાં અનુભવતી સ્પર્શની લાગણી,અચાનક દરેક સબંધથી વિશેષ બની જાય છે...દોસ્ત! પોતાનું જ અંશ જોવા આતુરતાથી હરખાતી લાગણી.પ્રીતિ ખુબ ખુશ થતા રસોઈ બનાવી રહી હતી. અજયે આવીને એને પોતાની સમીપ લીધી હતી. ખુબ પ્રેમથી કપાળે એક ચુંબન કરતા બોલ્યો, "કેમ આજ આટલી હરખાઈ છે?""એમ જ.. હમણાં મમ્મીને સૌમ્યા સાથે વાત કરી તો મન એ વિચારો માં જ હતું. સૌમ્યાની વાતો તો તમે જાણો જ છો ને! બસ, એટલે એ જ યાદ કરતી હરખાતી હતી.""અરે હા, પ્રીતિ તને મારો મિત્ર સુનિલ યાદ છે?""હા, એક, બે વાર મળ્યા છીએ ને! એના દીકરાના જન્મ વખતે આપણે એને