ઋણાનુબંધ.. - 43

(13)
  • 2.8k
  • 3
  • 1.7k

ભાવિનીની વિદાય બાદ બધા જ મહેમાનો એક પછી એક પોતાના ઘર તરફ વળી રહ્યા હતા. પ્રસંગ કોઈ જ પ્રકારની અડચણ વગર શાંતિથી પૂર્ણ થયાનો હાશકારો હસમુખભાઇના મુખ પર વર્તાય રહ્યો હતો. સીમાબહેનને ભાવિની ગઈ એની ખોટ ખુબ વર્તાઈ રહી હતી. એમના ચહેરાની રોનક સાવ જાખી પડી ગઈ હતી.પ્રીતિ બધું જ કામ પતાવીને પોતાના રૂમમાં પ્રવેશી હતી. અતિશય થાકેલી પ્રીતિ આજ રૂમમાં આવી એવી તરત જ ઘસઘસાટ ઊંઘમાં સરી પડી હતી. અજય રૂમમાં આવ્યો એણે જોયું કે પ્રીતિ સીધી ઊંઘી જ ગઈ હતી. અજયે પ્રીતિને શાલ ઓઢાડી સરખી ઉંઘાડી હતી. અજયને પ્રીતિને લાગેલો થાક વર્તાય રહ્યો હતો. આમ ક્યારેય એ આવી