પ્રારંભ - 98

(63)
  • 4.1k
  • 4
  • 2.8k

પ્રારંભ પ્રકરણ 98કેતન હસમુખભાઈના આગ્રહથી જૂનાગઢ આવ્યો હતો અને અહીં આવ્યા પછી હસમુખભાઈ ઠાકર એને ગિરનારના જંગલોમાં લઈ ગયા હતા. ત્યાં એમના ગુરુ ગિરનારી બાપુની ગુફામાં બંને જણા આવ્યા હતા. ગિરનારી બાપુ અત્યારે હયાત ન હતા છતાં એમણે સૂક્ષ્મ સ્વરૂપે કેતનના ધ્યાનમાં આવીને એને વરદાન આપ્યું હતું. એ વરદાનથી કેતન જે પણ ઈચ્છા હોય તે વસ્તુ કલ્પના કરીને પેદા કરી શકતો હતો. કેતને સૌ પ્રથમ પ્રયોગ કરીને બાપુ માટે ગુલાબનાં તાજાં ફૂલ અને પ્રસાદમાં જલેબી માંગી હતી અને એ બંને વસ્તુઓ એના હાથમાં આવી ગઈ હતી. એ પછી બંનેએ ગરમા ગરમ જલેબીનો રસાસ્વાદ માણ્યો હતો !"એકવાર હું મુંબઈથી જામનગર જઈ