પ્રારંભ - 93

(70)
  • 4.2k
  • 5
  • 2.7k

પ્રારંભ પ્રકરણ 93કેતન જયેશને લઈને ગઈ કાલનો જામનગર આવેલો હતો. જામનગરમાં રહેતા બિલ્ડર ધરમશીભાઈની એકની એક દીકરી નીતાની સગાઈ કેનેડાથી આવેલા રાજકોટના એક યુવાન સાથે આજે સવારે ૧૦ વાગે કરવાની હતી. કેતન અને જયેશ જામનગરની બેડી રોડ ઉપર આવેલી આરામ હોટલમાં ઉતર્યા હતા. સવારે વહેલા ઊઠીને ધ્યાન વગેરે પતાવીને સાડા સાત વાગ્યા પછી કેતન જયેશને ઉઠાડ્યા વગર નીચે આવેલા રેસ્ટોરન્ટમાં ચા પીવા માટે ગયો હતો. એ જ હોટલમાં રાજકોટથી સગાઈ માટે આવેલા મહેમાનો પણ ઉતર્યા હતા અને અત્યારે ચા પીવા માટે એ લોકો પણ રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. કેતનની બાજુના ટેબલ ઉપર જ મુરતિયો અને તેના બે મિત્રો પણ ચા પીવા