પ્રારંભ - 92

(55)
  • 4k
  • 3
  • 2.8k

પ્રારંભ પ્રકરણ 92કેતન નીતાની સગાઈમાં જામનગર આવ્યો હતો અને કંપની માટે જયેશ ઝવેરીને પણ લેતો આવ્યો હતો. બંને જણા બેડી રોડ ઉપર આરામ હોટલમાં ઉતર્યા હતા. બપોરે જમીને થોડો આરામ કર્યો હતો અને અત્યારે ४ વાગે ઊઠીને એમણે ચા મંગાવી હતી. "જયેશ જામનગરમાં તારે કોઈને પણ મળવું હોય તો તું જઈ શકે છે. તું જામનગરનો જ વતની છે અને આટલો બધો સમય અહીં રહેલો છે એટલે તારા મિત્રો સંબંધીઓ પણ અહીં ઘણા હશે. મારે તો અહીં બીજું કોઈ કામ છે જ નહીં. કાલે સવારે ૧૦ વાગે નીતાની સગાઈમાં હાજરી આપવાની છે એ સિવાય હું તો નવરો જ છું. " કેતને