પ્રારંભ - 88

(62)
  • 3.8k
  • 4
  • 2.6k

પ્રારંભ પ્રકરણ 88છેવટે સુંદર રીતે કેતનના સપનાની હોસ્પિટલ તૈયાર પણ થઈ ગઈ. આજે આખો દિવસ કેતને હોસ્પિટલમાં જ ગાળ્યો. પોતે જ્યારે માયાવી જગતમાં હતો ત્યારે પણ શેઠ જમનાદાસ કોર્પોરેટ હોસ્પિટલ એણે બનાવી હતી. એ જ વિચારોને જીવંત રાખીને એણે વાસ્તવિક દુનિયામાં પણ એવી જ હોસ્પિટલ ઉભી કરી દીધી.રાત્રે ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં ન્યુઝ ચેનલોમાં પણ આ હોસ્પિટલની અને કેતનના વિચારોની ચર્ચા ચાલી હતી. ખાસ કરીને હોસ્પિટલના દર્દીઓને સારા કરવા માટે એણે હોસ્પિટલની સામેના બિલ્ડિંગમાં ૨૪ કલાક ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનું જે આયોજન કર્યું હતું તેની ખૂબ જ પ્રશંસા થઈ હતી ! આજ સુધી કોઈએ પણ આવું વિચાર્યું ન હતું.