પ્રારંભ પ્રકરણ 87કેતન રવિ ભાટિયાને એની હોટલ ઉપર મળવા ગયો ત્યારે એને ખબર પડી કે રવિના યુવાન સાળા દર્શનને કોકીલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કર્યો છે. અને કમળી થઈ ગઈ હોવાથી એનું લીવર કામ કરતું બંધ થઈ ગયું છે અને એ છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. હાલમાં એ વેન્ટિલેશન ઉપર છે. વેન્ટિલેશન હવે દૂર કરવાનું હોવાથી રવિ હોસ્પિટલ જઈ રહ્યો હતો એટલે કેતને પણ એને સાથ આપ્યો અને એ પણ હોસ્પિટલમાં ગયો. ત્યાં આઈસીયુ માં જઈને એણે દર્શનના માથા ઉપર હાથ ફેરવ્યો તથા એના લીવરના ભાગ ઉપર પણ હાથ મૂકી એને બચાવી લેવા પોતાના ગુરુજીને પ્રાર્થના કરી. એ પછી પોતાને મળેલો