બારૂદ - 11

(39)
  • 4.4k
  • 5
  • 2.6k

૧૧  કુરેશી સપડાયો... ! નાગપાલ અત્યારે ચિંતાતુર નજરે દિલીપ સામે તાકી રહ્યો હતો. ચિંતાને કારણે એના વ્હેરા પર ત્રણ-ચાર કરચલીઓ ઊપસી આવી હતી. ‘આપણા વડાપ્રધાનને ક્યાં છુપાવવામાં આવ્યા છે એ બાબતમાં ડેનિયલ પાસેથી પણ કશુંય જાણવા નથી મળ્યું, ખરું ને ?' એણે વ્યાકુળ અવાજે પૂછ્યું. ‘ના, અંકલ... !' દિલીપે જવાબ આપ્યો, ઓહ...સંજોગો ખૂબ જ વિકટ થઈ ગયા છે !' દિલીપ પણ ખૂબ જ ચિંતાતુર હતો. દરેક પ્રયાસ નિષ્ફળ જતા હતા. આટઆટલી દોડાદોડી અને મહેનત કરવા છતાંય કોઈ પરિણામ નહોતું આવતું. ‘અંકલ... !’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો, ‘કુરેશી વાસ્તવમાં હદ બહારનો ચાલાક માણસ છે ! એણે માત્ર મામૂલી મ્હોરા તરીકે જ