બારૂદ - 9

(35)
  • 3.2k
  • 6
  • 1.9k

૯  ચાલબાજ કુરેશી.... ! ટ્રાન્સમીટર ૫૨ લગાતાર બીર્...બીપ્...નો અવાજ ગુંજતો હતો. પરંતુ દિલીપનું સમગ્ર ધ્યાન નીચેની ધમાચકડીમાં અટવાયેલું હોવાને કારણે ટ્રાન્સમીટરનો અવાજ તેને નહોતો સંભળાતો. પછી અવાજ સંભળાતાં જ એણે ઝપાટાબંધ ટ્રાન્સમીટર ચાલુ કરીને ઇયરપીસ બંને કાનમાં ભરાવ્યા. ‘યસ... ! દિલીપ સ્પીકિંગ... !' એ ઉતાવળા અવાજે બોલ્યો. ‘દિલીપ.... !' વળતી જ પળે નાગપાલનો ગભરાટભર્યો અવાજ તેને સંભળાયો, ‘શું વાત છે... ? શું ડેનિયલે આપણા વડાપ્રધાનનું ખૂન કરી નાખ્યું છે... ? શું તું નિશાન ચૂકી ગયો હતો... ?' ‘ના, અંકલ... !’ દિલીપ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘મારું નિશાન ચૂકાવાનો સવાલ જ ઊભો નથી થતો. ડેનિયલને પોતાની રાઇફલનું ટ્રિગર દબાવવાની કોઈ તક મળે