બારૂદ - 8

(38)
  • 4.2k
  • 5
  • 2.7k

૮ ઝીણા હાઉસ દિલીપ સવારે આઠ વાગ્યે જ નિર્ધારિત ઇમારતમાં પહોંચી ગયો હતો. એની સાથે બાબુભાઈ પણ હતો, દિલીપ બાબુભાઈને સાથે લાવવા નહોતો માગતો, પરંતુ બાબુભાઈના અનહદ આગ્રહ સામે છેવટે તેને નમતું જોખવું પડ્યું હતું, તે એક કપડામાં રાઈફલ વીંટાળીને લાવ્યો હતો. કમિશ્રરની ગાડી તેમને આ ઈમારત  સુધી મૂકી ગઈ હતી એટલે કોઈએ તેમની તલાશી પણ નહોતી લીધી. બંને છઠ્ઠા માળ પર એક રૂમમાં પહોંચી ગયા. આ રૂમની બારીમાંથી ‘ઝીણા હાઉસ' સ્પષ્ટ રીતે નજરે ચડતું હતું. ‘બિરાદર……… !’ રૂમમાં પહોંચતાં જ બાબુભાઈ એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, ‘અત્યાર સુધી તો બધું બરાબર ચાલે છે. મોસ્કોમાં હું આટલાં વર્ષોથી રહું છું,