બારૂદ - 6

(42)
  • 4.4k
  • 4
  • 2.7k

૬ શિકાર છટક્યા... ! દિલીપ, નાગપાલ, ડૉક્ટર બીલીમોરિયા તથા રશિયન અધિકારી...આ ચારેય હજુ પણ એ જ ખંડમાં અલગ અલગ ખુરશીઓ પર બેઠા હતા. ઇલેક્ટ્રો-કાર્ડિયોગ્રાફ મશીન હવે બંધ હતું. ‘મિસ્ટર દિલીપ... !' ડૉક્ટર બીલીમોરિયા બોલ્યો, ‘તમે પેંગિંગ એપાર્ટમેન્ટનું નામ ઉચ્ચાર્યું, ત્યારે જાણે ડેનિયલ ૫૨ હૃદયરોગનો હુમલો આવવાની તૈયારી હોય એટલા જોરથી એના હૃદયના ધબકારાનો ગ્રાફ ઊંચો ચડી ગયો હતો.' ‘એક વાત તો હવે લગભગ નક્કી થઈ ગઈ છે…… !' નાગપાલે પ્રભાવશાળી અવાજે કહ્યું. ‘કઈ વાત... ?' ‘અબ્દુલ વહીદ કુરેશી યુનિવર્સિટી રોડ પર આવેલ હેંગિંગ એપાર્ટમેન્ટના ૧૦ નંબરના ફ્લૅટમાં જ મોજૂદ છે.’ ‘તમે સાચું કહો છો... ?' ‘પરંતુ આ સમગ્ર મામલામાં એક