બારૂદ - 3

(44)
  • 4.7k
  • 3
  • 3.3k

૩ દિલીપતો તર્ક.... ! નાગપાલની બધી કાર્યવાહીનું મુખ્ય કેન્દ્ર બાબુભાઈનો બંગલો જ બની ગયું. ત્યાંથી જ બધું સંચાલન થવા લાગ્યું. નાગપાલે તાબડતોબ પોતાની સાથે આવેલ સી.આઈ.ડી.એજન્ટોને ત્યાં બોલાવી લીધા. એજન્ટો તરત જ ત્યાં આવી પહોંચ્યા. નાગપાલે બુલડોગ, હીચકોક તથા ડેનિયલ જોસેફના ફોટા એ સૌને બતાવીને તેમની કામગીરી સમજાવી દીધી. બધા એજન્ટો પોતપોતાની કામગીરી સમજી ચૂક્યા હતા. ‘હવે એક વાત સાંભળી લો....' છેવટે નાગપાલે કહ્યું. ‘શું?' ‘તમારે દરરોજ સાંજે મને અથવા તો દિલીપને આખા દિવસનો રિપોર્ટ આપવાનો છે... !' ‘ઓ.કે. સર... !’ 'આ ઉપરાંત નજર રાખવાના કામમાં કોઈ જાતની બેદરકારી રાખશો નહીં... !' નાગપાલનો અવાજ એકદમ ગંભીર હતો, ‘આ આપણા વડાપ્રધાનની