બારૂદ - 2

(44)
  • 4.7k
  • 3
  • 3.3k

૨.  ધંધાદારી ખૂનીઓ.... ! સાંજે સાત ને પાંચ મિનિટે દિલીપ ગ્રાહમ રોડના ટેક્સીન્ડ પાસે પહોંચ્યો. બાબુભાઈ દૂરથી જ એની નજરે ચડી ગયો. તે લાકડાના એક ટેબલ પાછળ ખુરશી પર બેઠો હતો. એની આજુબાજુમાં કેટલાય ડ્રાઇવરો ઊભા હતા, બધા રશિયન જ હતા. અત્યારે બાબુભાઈ વીસેક વર્ષના એક યુવાન પર રોષ ઠાલવતો હતો. કદાચ એ પોતાની ટેક્સીનું ક્યાંક એક્સિડેન્ટ કરી આવ્યો હતો. પરંતુ પછી દિલીપ પર નજર પડતાં જ બાબુભાઈ જાણે કે બધું જ ભૂલી ગયો. ‘મિસ્ટર દિલીપ, તમે... ?’ એ ઊછળીને ખુરશી પરથી ઊભો થઈ ગયો. ‘ઓહ ગોડ... !’ એ તરત જ બોલી ઊઠ્યો, ‘હું સપનામાં તો નથી ને?' ‘ના, બિલકુલ