ઋણાનુબંધ - 40

(13)
  • 2.8k
  • 2
  • 1.6k

ભયાનક વાયરો એવો રે વાયો, જાણે કર્યો પ્રેમનો સંપૂર્ણ સફાયો,કેમ રે પ્રીત સાચવીશ વિખરાતા?દોસ્ત! સ્નેહ અચાનક નફરત માં પલટાયો.અજય દ્વારા જે પ્રીતિ પર હાથ ઉઠાવવાની કોશિષ થઈ એનો પરેશભાઈને પણ ઊંડો ઘા થયો હતો. છતાં એમને ખુબ ધીરજ રાખી હતી. પરેશભાઈએ વિનંતી કરી કે, પ્રીતિ અત્યારે ખુબ વ્યાકુળ છે, એને માનસિક શાંતિ માટે ઘરે લઈ જાવ છું. પછી એને સમજાવીને પાછી મૂકી જઈશ, એમ કહી હસમુખભાઈની રજા લીધી હતી. કુંદનબેન ફક્ત એટલું જ બોલ્યા કે, હસતા મોઢે મારી દીકરી હરખાતી સાસરે આવી હતી. આજ આંસુ સારતી જોઈ બહુ દુઃખ થયું. ચાલો હવે, અમે રજા લઈએ એમ કહી સીમાબહેનને પોતાના મનમાં