પ્રીતિ માસી સાથે એમના ઘરે ગઈ હતી. માસીએ એને પાણી આપીને શાંત પાડવાની કોશિષ કરી હતી. પ્રીતિના જીવનમાં આમ ક્યારેય કોઈએ એને અપમાનિત કરી નહોતી. અને સાસરે આવી ત્યારથી એક પછી એક રોજ કોઈને કોઈ કારણથી પ્રીતિનું અપમાન જ થતું હતું. પ્રીતિની સહન કરવાની શકતી પુરી થતા એ ખુબ જ ક્રોધિત થઈ અને જેટલો પણ મનમાં ગુસ્સો ભરાયો હતો એ બધો જ એણે કાઢી નાખ્યો હતો. એને થયું કે, આમ જ જો સાસરે રહેવાનું હોય તો હવે મારે રહેવું જ નથી. કેટલાય વિચારોની વચ્ચે આંસુ સારતી પ્રીતિને માસીએ હિમ્મત આપવાની કોશિષ કરી હતી. માસી બોલ્યા,"તારે કંઈ ખાવું છે?""ના માસી! મને