પ્રેમ - નફરત - ૮૯

(21)
  • 3.9k
  • 2
  • 2.6k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૮૯ આરવનું મન આમથી તેમ ગોથા ખાઈ રહ્યું હતું. શું કરવું એ સમજાતું ન હતું. ભાઈઓ સાથે એવો સંબંધ જરૂર હતો કે એ અડધી રાત્રે મદદ માટે આવીને ઊભા રહે એમ હતા. પણ ન જાણે કેમ એમનાથી અલગ મોબાઈલ કંપની શરૂ કર્યા પછી ઘરમાં એકસાથે રહેવા છતાં એક દૂરીનો અનુભવ થઈ રહ્યો હતો. એમની વચ્ચે જ નહીં પિતા લખમલભાઈ વચ્ચે પણ એક અંતર ઊભું થયું હોય એવો ભાસ થતો હતો. પિતા હવે નિવૃત્તિનું જીવન ગાળી રહ્યા હતા પણ એ જાણે એમને અકારું લાગતું હોય એમ લાગતું હતું. બધાં મળતા હતા પણ પહેલાં જેવી લાગણીથી