પ્રીતિભાભીને જોઈને ભાવિની ખુશ તો થઈ પણ અંદરખાને એને એ દુઃખ થઈ રહ્યું હતું કે, ભાભીએ મારી જ્યાં સગપણ માટે વાત ચાલી રહી હતી એની ના આવી એ વાત વિષે કોઈજ ચર્ચા ન કરી. મેં ભાભીને કેટલો સાથ આપ્યો છતાં ભાભીને મને સામે વાળાએ રિજેક્ટ કરી એ દુઃખ વિષે વાત કરવી જરૂરી ન લાગી. ભાવિનીની તકલીફમાં પ્રીતિ સામીલ ન થઈ એવું એને લાગ્યું હતું. ભાવિનીએ પોતાના મમ્મીને પણ કીધું કે, "ભાભીને આવ્યે બે દિવસ થયા છતાં એમણે મને કઈ જ ન પૂછ્યું.""એ પોતાનું જ વિચારે એવી છે. લાગણીશીલ નથી એ આવું એનું વર્તન જ કહે છે. તારે પણ બહુ માથું