કહો પૂનમના ચાંદને - ભાગ 6

  • 3.2k
  • 2
  • 1.9k

રૈનાએ સ્વપ્નમાં જોયું કે..... ****** ઇ.સ 1875, બસ્તર સ્ટેટની ઘાટીઓ (હાલ.. છત્તીસગઢ) લગભગ 22 વર્ષની એક સ્ત્રી ખીણ તરફ મુખ રાખીને કંઈક ગહન વિચારમાં હતી. કદાચ કોઈની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી. તેના પહેરવેશ ઉપરથી જાણી શકાતું કે તેણી કોઈ રાજપરિવારની સભ્ય છે. કોઈએ પાછળથી આવી તેણીને બાથમાં લીધી. તેણીએ તે સ્પર્શને ઓળખ્યો અને તેણીની આંખોના ખુણામાંથી અશ્રુનું એક બિંદુ સરી પડ્યું અને પોતાના શરીર એ વ્યક્તિ પર ટેકવી દીધું અને આંખો બંધ કરી ક્યાંય સુધી તેના આલિંગનમાં બંધાઈ રહી. "રાણી સાહિબા....." તે વ્યક્તિએ હળવેથી કહ્યું તેણીએ આંખો ખોલી. પાછળ તે વ્યક્તિ તરફ વળી. તે વ્યક્તિએ સાદો આદિવાસીનો પહેરવેશ પહેરેલો