પ્રારંભ - 81

(69)
  • 4.9k
  • 3.1k

પ્રારંભ પ્રકરણ 81જયેશ કેતનને કહ્યું કે જયદેવ ઠાકર નામનો તમારો કોઈ મિત્ર અહીં ઓફિસે આવ્યો હતો અને તમારા વિશે પૂછતો હતો એટલે કેતનને એની યાદ આવી. રુચિનો આ ગોરેગાંવનો પ્લૉટ પાછો મેળવવામાં જયદેવ ઠાકરનો સિંહ ફાળો હતો. આ પ્લૉટમાં જે ઝૂંપડપટ્ટી હતી એમાં ચાર પાંચ માણસો બહુ માથાભારે હતા અને એ બધાને જયદેવ વ્યક્તિગત રીતે ઓળખતો હતો. સૌથી વધુ માથાભારે માણસ લલ્લન પાંડે હતો જે એ એરિયાનો ખંધો રાજકારણી હતો. જયદેવે જ લલ્લન પાંડેને સમજાવ્યો હતો અને કેતન સાથે મુલાકાત કરાવી હતી. લલ્લન પાંડેને ૩૦ કરોડ જેવી માતબર રકમ મળી તેમ છતાં જયદેવને કંઈ જ મળ્યું ન હતું. જયદેવ ખરેખર