ઋણાનુબંધ - 33

(14)
  • 2.7k
  • 3
  • 1.7k

પ્રીતિને સૌમ્યાનો ઘણા સમય બાદ ફોન આવ્યો, પ્રીતિએ ફોન ઉપાડ્યો હતો."હેલ્લો સૌમ્યા! કેમ છે? બહુ સમય પછી યાદ આવી.""તું રહેવા દે.. આપણે તો ફોન જ નથી કરતા. જાણે તારા જ એકના નવી નવાઇનાં લગ્ન થયા હોય!""આ કહેવા ફોન કર્યો છે?""ના, હું પંદરમી ઓગસ્ટના ૨દિવસ માટે ઘરે જાઉં છું, જો તને મેળ પડે તો તું પણ આવ. બસ એ કહેવા જ ફોન કર્યો છે.""ઓકે મેડમ, તું કહે તો મારે આવવું જ પડે ને!""જા ને, જીજુને પૂછીને કહેજે. ખાલીખોટી ફેકમફેંક ન કર હો...""અરે હા! સાચું જ કહું છું તારા જીજુ પણ સાથે જ છે. આપું ફોન એમને વાત કર.""હેલ્લો જીજુ! કેમ છો?