ઋણાનુબંધ - 32

(14)
  • 2.9k
  • 4
  • 1.6k

અજયે પ્રીતિના હાથ પોતાના હાથમાં લઈને પૂછ્યું, "પ્રીતિ મને એવું લાગે છે કે તું કંઈક મનમાં ને મનમાં ઘુંટાયા કરે છે. તને કોઈ તકલીફ છે? તું કોઈ વાત થી પરેશાન છે?" અજયની વાત સાંભળીને પ્રીતિ એકદમ સ્તબ્ધ થઈ ગઈ, એને કલ્પના નહોતી કે અજય આવું કઈ પૂછશે એ અજયના આમ અચાનક પ્રશ્ન પૂછવાથી ઘડીક મૌન જ થઈ ગઈ. એ ફક્ત અજયના પૂછવા માત્રથી જ ભાવુક થઈ ગઈ હતી. "પ્રીતિ તું શું ચિંતામાં છે? બોલને!" પ્રીતિએ પોતાનું મૌન હવે તોડ્યું હતું. એ થોડા ગળગળા સ્વરે બોલી,"હું ખુદ જાણતી નથી તો તમને હું શું જણાવું?" "કંઈક તો તને પરેશાની છે જ, તો