અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૬)

(12)
  • 1.6k
  • 2
  • 710

ગતાંકથી.... તું જો તારો આ પ્યાલો તારે હાથે પીવા માગતો ન હોય તો અમે મિસ.સ્મિથને પરાણે એ પ્યાલો પાઈશું.આજે તે તારી નજર સમક્ષ આ કલાકો સુધી તરફડિયા મારશે .મને આશા છે કે તું તારી સુંદર સાથીદારને આવું દુઃખ દેવા માંગતો નહીં હો .નવાબ અલ્લી આ બન્ને બંદીવાનોના હાથ પગ છોડી દો ."હવે આગળ.... કેવી ભયંકર ક્ષણ ! દિવાકરને લાગ્યું કે હું ગાંડો બની જઈશ. મારી નજર સમક્ષ અસંખ્ય પ્રેત નાચી રહ્યા છે .માથું ભમી રહ્યું છે! ડૉ.મિશ્રા અગાઉ ની જેમ સખત અવાજે બોલ્યો "ખુશીથી નહીં પીએ તો જબરદસ્તીથી પીવડાવવામાં આવશે. અગર જો કહેતો હોય તો ગ્લાસની અદલા બદલી કરી દઉં,,;