કહો પૂનમના ચાંદને - ભાગ 4

  • 2.7k
  • 1.4k

રાત્રિના ફાઈવ સ્ટાર હોટલના એક પર્સનલ ડાઇનિંગ સ્યુટમાં રાણી શાંતાદેવી પોતાનું ભોજન આરોગી રહ્યા હતા. અર્જુન ત્યાં આવ્યો અને શાંતાદેવીને પગે લાગી એમની બાજુની ખુરશી પર બેસી ગયો. આજે સવારે બનેલા બનાવ ઉપરથી અર્જુન સમજી ગયો કે પોતાની માતાને એ ગમ્યું નથી અને તે ગુસ્સામાં છે માટે તેણે વધારે કાઈ બોલવાનું હિતાવહ ન લાગ્યું. એક નૌકરે આવી અર્જુનની પ્લેટમાં જમવાનું સર્વ કર્યું. શાંતાદેવીની નજર અર્જુનની થાળીમાં પીરસાયેલા ભોજન પર પડી અને એના નોકરને કડક અવાજમાં કહ્યું, "કેટલી વાર કહ્યું છે કે અર્જુનને ખીર હંમેશા ચાંદીના પાત્રમાં આપવી." "સોરી રાની સાહિબા... હું હમણાં જ બદલી..." વચ્ચે જ અટકાવતા રાણીએ કહ્યું, "તાત્કાલિક