ઋણાનુબંધ - 30

(12)
  • 3k
  • 3
  • 1.8k

પ્રીતિ રૂમમાં હતી એટલે અજય તરત જ રૂમમાં ગયો હતો. પ્રીતિ બેડ પર બેઠી હતી. અજય પ્રીતિની મનની હાલતથી અજાણ પોતાની મસ્તીમાં જ હતો. એણે પ્રીતિને પોતાની બાહુપાશમાં જકડી લીધી હતી. પ્રીતિ પોતાની તકલીફને મનમાં જ રાખીને સહસ્મિત ચહેરે અજય સાથે નોર્મલ વર્તી રહી હતી. પ્રીતિને ઘરમાં બનેલ બનાવ થાકીને જોબ પરથી આવેલ અજયને કહેવો નહોતો, એ અજય દુઃખી થાય એવી કોઈ જ વાત કહેવા ઈચ્છતી નહોતી.પ્રીતિના લગ્નને હજુ પંદર દિવસ પણ નહોતા થયા ત્યાં જ ઘરમાં નાનીનાની વાતોને સીમાબહેન મોટું રૂપ આપી રહ્યા હતા. આ વાત હવે પ્રીતિ એકદમ સમજી ચુકી હતી. પ્રીતિ હોશિયાર હતી આથી રાઈનો પહાડ થાય