પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૮૭ આરવે બધી જ બાજુથી રૂપિયા એકઠા કરવાનું શરૂ કરી દીધું હતું. એ આ વખતની મુદત ચૂકવા માગતો ન હતો. એક ડિલરને વધારે કમિશન આપીને થોડા મોબાઈલ પધરાવી દીધા. રચનાએ ઉઘરાણી થાય એટલી કરી લીધી. આરવે પાર્ટસ પૂરા પાડનાર મેન્યુફેક્ચર્સના પેમેન્ટ અટકાવી દીધા. બે મહિનાનો બાકી હપ્તો ચૂકવવા એણે આકાશ-પાતાળ એક કરી દીધા.એને લાગ્યું કે એમ છતાં હજુ બે મહિનાનો હપ્તો ચૂકવી શકાય એટલી રકમ ભેગી થઈ નથી ત્યારે એમની પાસે એક સપ્તાહની મુદત માગી. પણ એમણે કોઈપણ મુદત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો.આરવ એસી ઓફિસમાં પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો. એને સમજાતું ન