પ્રારંભ - 80

(65)
  • 4.8k
  • 3
  • 3.2k

પ્રારંભ પ્રકરણ 80ગોરેગાંવના પ્લૉટમાં ખાતમુહૂર્ત થયું એના આગલા દિવસે જ સુરતથી હિરેનભાઈ મુંબઈ આવ્યા હતા અને એમણે જસાણી બિલ્ડર્સના પ્રશાંતભાઈ સાથે મીટીંગ કરી લીધી હતી અને બંને બિલ્ડિંગોના પ્રોજેક્ટની વિગતવાર સમજણ પ્રશાંતભાઈને આપી હતી. બંને બિલ્ડીંગોના પાયા કેટલા પહોળા બનાવવા, કેટલા પિલ્લર ઉભા કરવા અને પિલ્લર પણ કેટલા પહોળા રાખવા વગેરે તમામ ચર્ચા એમણે વિગતવાર કરી હતી. ખાતમુહૂર્ત એકાદશીના દિવસે થયું હતું . એ પછી રક્ષાબંધનનો તહેવાર આવતો હતો. એટલે રક્ષાબંધનના બીજા દિવસથી જ પ્રશાંતભાઈએ પોતાનું કામ ચાલુ કરી દીધું અને મશીનો ગોઠવીને સૌપ્રથમ બોરનું કામ ચાલુ કર્યું. એ પછીના ચાર દિવસ પછી જ્યાં ખૂંટી નાખીને નિશાન બનાવ્યું હતું ત્યાંથી