ઋણાનુબંધ - 27

(14)
  • 2.9k
  • 1
  • 1.8k

અજય અને પ્રીતિ બંને હવે લગ્નગ્રંથી થી જોડાય ગયા હતા. એમણે બંનેએ બધા જ વડીલોના આશીર્વાદ લીધા હતા. બંને સંગાથે એટલા સુંદર લગતા હતા કે, એમને જે જુએ એ એવું જ કહેતા હતા કે પરફેક્ટ જોડી છે. બંને મનોમન ખુબ ખુશ થતા હતા. જન્મથી લઈને દીકરી જે ઘરે મોટી થઈ હોય છે, એ પોતાની બધી જ ટેવ, રીત અને જરૂરિયાત, સબંધ દરેકથી અંતર કરીને સાસરે ફક્ત પતિના સાથ, સહકાર અને પ્રેમની હૂંફ માટે જ આવે છે. એ દીકરીને પિયરમાં કોઈ જ કમી હોતી નથી. કેટલી બધી આશા રાખીને સાસરે પ્રેમની આશ પાલવે બાંધીને આવે છે. સાસરે જેમ બધા રહે છે,