કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 82

(22)
  • 5.6k
  • 3
  • 4.1k

સમીરના બંને હાથ પરીના કોમળ હાથને સ્પર્શી રહ્યા હતા તેની આંખોમાં અનેરી ચમક આવી ગઈ હતી અને તે પરીની આંખોમાં પોતાની આંખો પરોવી રહ્યો હતો ત્યાં પરીએ ઈશારો કરીને તેનું ધ્યાન દોર્યું કે તેનાં ખખડધજ મજબૂત હાથ નીચે પરીના બંને નાજુક હાથ દબાઈ ગયા છે જેની તેને ખબર જ નથી અને સમીર જરા શરમાઈ ગયો અને "સૉરી" બોલ્યો.. અને પોતાના બંને હાથ લઈને પરીથી જરા દૂર ખસી ગયો. જવાબમાં પરીએ કહ્યું, "ઈટ્સ ઓકે" અને સમીરે પરીને બેસવા માટે કહ્યું.પણ પરીએ તો ફરીથી પોતાનો હાથ સમીર સામે લંબાવ્યો અને સમીર કંઈ સમજે કે હાથ લંબાવે તે પહેલાં તો પરી તેની નજીક