હાસ્ય લહરી - ૯૭

  • 2.9k
  • 1.1k

સાંવરિયો રે મારો સાંવરિયો...! આજનો પહેરવેશ, આજના ગીતો, આજની સ્વચ્છંદતા જોઇને એમ થાય કે, સાલો જીવવા જેવો જમાનો તો હમણાં આવ્યો. આપણે તો એક જોડી ફાટેલા ખમીસ-પાટલુન અને બટન વગરના લેંઘામાં સસ્તામાં જ યુવાની કાઢેલી. નાકમાંથી સેદરા નીકળતા હોય, લેંઘી પહેરી છે કે નથી પહેરી એની ખબર નહિ પડે એવાં લાંબા બુશકોટ ચઢાવીને દેવાનંદની ચાલ કાઢીને વર્લ્ડટુર કરતા હોય એવી ખુમારી યાદ આવી જાય સાલી..! બાળ દિન આવે ત્યારે જ માથે ધુપેલ પડે ને માથે કાંસકો ફરતો..! માઈ-બાપને ફેસિયલ બોલતાં પણ નહિ આવડતું, એવાં અમીન સયાનીના જમાનાની આ વાત છે. શું એ વખતે મર્યાદા પુરુષોતમ જેવાં ગાયનો આવતાં ? આખું