હાસ્ય લહરી - ૮૬

  • 2.6k
  • 1.2k

ચરબીને જ્યારે ચરબી ચઢે ત્યારે..! ચરબીના થર પણ કેવાં બાઝયા છે રમેશ ચરબીએ દેહમાં જાણે માળા બનાવ્યાં છે ચરબી ઘણા પ્રકારની હોય મામૂ..! ચરબીની તબીબી વ્યાખ્યામાં આપણે મુંડી મારવી નથી, પણ આ તો એક ચોખવટ કરી..! વાત શરીરમાં વધેલી ચરબીની છે. વધેલી ચરબીનો ઈલાજ થાય, પણ માણસના મગજે ચરબી ચઢે ત્યારે એને તાવી દેવા માટે અચ્છા કથાકારના આયામ પણ નિષ્ફળ જાય..! શરીરની ચરબી એટલે આતંકવાદી જેવી. અભેદ સીમાડા તોડીને ક્યારે શરીરમાં ગરકી જાય એની ખબર જ ના પડે. શરીરમાં પ્રવેશીને પગ ફેલાવે ત્યારે ખબર પડે કે, એ પણ ચાઈના-પાકિસ્તાનની વડસાસુ જેવી છે..! જ્યાં જગ્યા મળે ત્યાં કબજો જ કરવા માંડે..!