હાસ્ય લહરી - ૮૨

  • 2.3k
  • 974

જેની સાસુ સરસ એની જિંદગી સરસ..! જિંદગી જીવવા જેવી છે બોસ..! પણ રસ્તા ઉપર ટોલનાકા આવે, એમ સંસારમાં આવતાં ટોલનાકાનો પણ ત્રાસ બહુ..! સાસુ-સસરા-નણંદ-ભોજાઈ-જેઠ- જેઠાણી વગેરે સંસારના ટોલનાકા કહેવાય..! દેવ-દાનવ, કૌરવો-પાંડવો, ભારત-પાકિસ્તાન, સાપ અને નોળિયો, નણંદ-ભોજાઈ ની માફક સાસુ- વહુનાં છમકલાઓ ક્યાંક ને ક્યાં ચાલતા જ હોય. આ લોકોની કથા પણ લોક કથની જેવી..! ગંગાસતી અને પાનબાઈ જેવાં સંબંધો ક્યારે મખમલી બનશે, એ અચ્છો જ્યોતિષ પણ નહિ ભાખી શકે. સાસુ-વહુની તિરાડમાં એક જ રાડ હોય, કે, ‘તું મને લાવેલી નથી, હું તને લાવેલી છું..! આવી દાવેદારીઓ સંસારને છિન્ન ભિન્ન કરી નાંખે..! બહુ બહુ તો સાસુ-વહુની કુંડળી તપાસાય, બાકી થનાર સાસુના