પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૮૫ ‘ઓલ ઇન વન મોબાઈલ’ માંથી અલગ થયા પછી પોતાની નવી કંપની ‘માઇન્ડ મોબાઇલ’ શરૂ કરી એને ગીરવે મૂકવાનો આરવે પાકો નિર્ણય લઈ લીધો હતો. આ વાતથી રચના ખુશ હતી. હવે બહુ જલદી એના દિલને શાંતિ મળવાની હતી. એને થયું કે લખમલભાઈના પરિવારના હાલ જોઈને પિતા સ્વર્ગમાં શાંતિ અનુભવશે.આરવે કંપની ગીરવે મૂકવા બજારમાં તપાસ કરવાને બદલે બહુ ઝડપથી પિતાએ સૂચવેલા નાણાં ધીરધારને મળીને ‘માઇન્ડ મોબાઇલ’ ને ગીરવે મૂકી દીધી હતી. તેને ખ્યાલ હતો કે જો બજારમાંથી નાણાં લેવા જશે તો એની શાખ ખરાબ થશે. બીજું કે ‘માઇન્ડ મોબાઇલ’ નવી કંપની હોવાથી જલદી કોઈ પૂરા