ઋણાનુબંધ - 23

(12)
  • 3.3k
  • 3
  • 1.8k

અજય બધાનું સ્વાગત કરતા બોલ્યો, આવો આવો બધા. બહારના ગેટથી મુખ્ય દરવાજા સુધી ફૂલની પાંદડીઓની મદદથી સુંદર ડિઝાઇનમાં રસ્તો કર્યો હતો. જેના પર ચાલીને પ્રીતિ મુખ્ય ધ્વાર સુધી આવી હતી. ભાવિની આ ક્ષણને ફોટામાં કેદ કરી રહી હતી. પ્રીતિની પાછળ પરેશભાઈ, કુંદનબેન ચાલી રહ્યા હતા. મુખ્ય ધ્વાર પાસે એક કંકુની થાળી રાખેલી હતી. એની ઉપર એક સફેદ રૂમાલ રાખ્યો હતો. એ રૂમાલમાં પ્રીતિના પગલાં લઈ ને એને સીધા મંદિર રૂમ તરફ પોતાના પગલાં પાડતું જવાનું હતું. પ્રીતિએ જેવા કંકુની થાળીમાં પગ મુક્યા કે અજયે પ્રીતિ પોતાનું સંતુલન જાળવી શકે એ માટે એનો એક હાથ પકડી લીધો હતો. પ્રીતિએ હળવેકથી સફેદ