ઋણાનુબંધ - 22

(17)
  • 3k
  • 2
  • 1.9k

અજય અને પ્રીતિના સગાઈનો અંતે એ દિવસ આવી જ ગયો હતો. અંગત લોકોની હાજરીમાં બંનેની સગાઈ ખૂબ સારી હોટેલમાં રાખવામાં આવી હતી. પ્રીતિ ખૂબ સરસ તૈયાર થઈને આવી હતી. બધાં જ જરૂરી આભૂષણો અને થોડો લાઈટ મેકઅપ પ્રીતિની સુંદરતામાં ઓર વધારો કરી રહ્યા હતા. અજયને પ્રીતિના હોઠ પાસે રહેલ તલ પણ ખૂબ આકર્ષિત કરી રહ્યું હતું. પ્રીતિને નખશિખ સુધી અજયે નીરખી લીધી હતી પણ પ્રીતિએ હજુ નજર અજય તરફ કરી જ નહોતી. પ્રીતિને બધાંની હાજરીમાં એમ અજય તરફ જોવું ખૂબ મુશ્કેલ લાગતું હતું. પ્રીતિની અને અજયની બેઠકની ગોઠવણ બાજુબાજુમાં જ કરી હતી. સીમાબહેને અજયને વીંટી આપી પ્રીતિને પહેરાવવા માટે અને