વિસામો.. 10

  • 2.5k
  • 2
  • 1.4k

~~~~~~~ વિસામો - 10 -  ~~~~~~~   જમવાનું પૂરું કરી આસ્થાએ પાણી ની ધાર કરી  હાથ કોરા કરવા આસ્થાએ રૂમાલ ધર્યો,.. રૂમાલને અવગણીને વિશાલે એની બાંધણી ના પાલવથી પોતાના હાથ કોરા કર્યા,..   આસ્થાની આંખો ભરાઈ ગઈ,.. એણે ઘણી વાર એને જોયો હતો એની માના પાલવથી હાથ કોરા કરતો,..  એક જ દિવસ માટે મળેલું આસ્થા સાથે નું આ ગૃહસ્થ જીવન એને માટે અનમોલ હતું, આવો સમય ફરીથી મળશે કે કેમ એ નક્કી નહોતું,.. વારે વારે એનું દિલ ખેંચાઈને બાદશાહની દુનિયામાંથી નીકળી આસ્થાની દુનિયા માં આવવા તરસી જતું હતું,.. .  ખાલી થાળી લઈને આસ્થા રસોડા માં પહોંચી અને એ એની પાછળ રસોડાના દરવાજે ખભાના