પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૮3 રચનાએ જાણે એક નિર્ણય લઈ લીધો હોય કે ‘હું મરું પણ તને રાંડ કરું’ એમ એક પછી એક જોખમી વિચાર રજૂ કરી એને અમલમાં લાવી રહી હતી. એને એમ થઈ ગયું હતું કે હવે એ પોતાનો બદલો પૂરો કરવા ગમે તે હદ સુધી જશે. કંપની અલગ કરાવ્યા પછી એને ગીરવે મૂકવાની વાત એણે રજૂ કરી દીધી હતી. એની એવી ગણતરી હતી કે પોતાની કંપની વેચાય પછી હિરેન અને કિરણ સાથે જોડાઈને એમની કંપનીનો ખાત્મો બોલાવી દેવાનો. એના પર હવે ન જાણે એક ઝનૂન સવાર થઈ ગયું હતું. જે કંપનીના માલિકોએ એના બાપને સ્વધામ