પ્રારંભ - 67

(71)
  • 4.4k
  • 5
  • 3k

પ્રારંભ પ્રકરણ 67"તમે જો જેતપુર આવી શકતા હો તો રાજકોટ સુધીની જવા આવવાની ફ્લાઇટની ટિકિટ મોકલું અને રાજકોટ ગાડી લઈને સામે લેવા આવું. પ્રોબ્લેમ ઘણો મોટો છે કેતનભાઇ. તમે આવી જાઓ તો સારું. તમારો કોઈ ચાર્જ થતો હોય તો પણ આપવા તૈયાર છું." જીતુ બોલ્યો.કેતન અને જીતુ ૮ ૯ મહિના પહેલાં ટ્રેનમાં ભેગા થયા હતા. જીતુ એ વખતે એના સાળાનાં અસ્થિ પધરાવવા હરિદ્વાર જઈ રહ્યો હતો. જીતુની પત્નીને પ્રેગ્નન્સી નહોતી આવતી. એ વખતે કેતને જીતુને કહેલું કે છ મહિના પછી તારી વાઈફ પ્રેગ્નેન્ટ થશે અને એના ગર્ભમાં તારો જે સાળો રમેશ ગુજરી ગયો છે એનો જ આત્મા પ્રવેશ કરશે. કેતનના