પ્રારંભ - 66

(66)
  • 5.2k
  • 4
  • 3.6k

પ્રારંભ પ્રકરણ 66મનસુખ માલવિયાનો ફોન આવ્યા પછી કેતન ઝડપથી મહંત રોડ ઉપર જેઠવા નિવાસ પહોંચી ગયો હતો. એ બિલ્ડિંગમાં કનુભાઈ નામના એક વ્યક્તિએ આત્મહત્યા કરી હતી પરંતુ કેતને પોતાને મળેલી સંજીવનીવિદ્યા થી એમને જીવનદાન આપ્યું હતું. એ પછી કનુભાઈએ જે ગુંડાના ત્રાસથી આત્મહત્યા કરી હતી એ રામચરણને બોલાવીને એને ધમકાવીને બાકીની તમામ રકમ માફ પણ કરાવી દીધી હતી.આડોશપાડોશના જે લોકો કનુભાઈની રૂમ પાસે ભેગા થયા હતા એ બધા જ આશ્ચર્ય પામી ગયા હતા. આખાય માળામાં કેતન હીરો બની ગયો હતો. "લો સાહેબ ચા પી લો. તમે તો આજે મારા માટે જે પણ કર્યું છે એ મારા જીવનનો સૌથી મોટો ચમત્કાર