ગતાંકથી... વ્યોમકેશ ને લાગ્યું કે રૂમમાં કોઈ ખાસ મિટિંગ ચાલી રહી લાગે છે ! એક કદાવર મુસલમાન યુવાન મેઈનચેર પર બેઠો હતો. તેના માથા પર કિંમતી ટોપી શોભી રહી હતી. વ્યોમકેશ કાન માંડી તેની વાત સાંભળવા છુપાતો છુપાતો હજી થોડો નજીક જવા લાગ્યો. વ્યોમકેશ કાન સરવા કરીને વાતચીત સાંભળવા લાગ્યો. પહેલો ટોપીવાળો માણસ કહેતો હતો કે : એક નંબરના હુકમ મુજબ આપણા નવા જોડાયેલ ઋષિકેશ મહેતા ને મળવાનું છે. અબ્દુલ્લા , ઋષિકેશને લઈ આવ." હવે આગળ... બાજુના રૂમમાંથી એક સૌમ્ય દેખાવ વાળો છોકરો અને એક ક્રૂર લાગતો મુસલમાન એ રૂમમાં આવ્યા .અબ્દુલ્લા ને જોતાં વ્યોમકેશ ની નવાઈ નો પાર રહ્યો