હિંદુ ધર્મનું હાર્દ - 20

  • 2.1k
  • 710

(20) ૯૩. ગીતાપીઠીઓ ગીતાનું મારે મન કેટલું મૂલ્ય છે તે હરિજનના વાચકો જાણે છે. ગીતા જેવા ગ્રંથોના મુખપાઠને મેં હંમેશાં અતિ આવશ્યક ગણ્યો છે પણ હું અનેક પ્રયત્નો કરવા છતાં ગીતાના બધા અધ્યાપકો કદી મોઢે કરી શક્યો નથી. ગોખી કાઢવાની બાબતમાં હું ઠોઠ છું એ હું જાણું છું. તેથી જ્યારે ગીતા જેને કંઠસ્થ હોય એવાં કોઇ ભાઇ કે બહેન મળે છે ત્યારે મને તેમના તરફ માન ઊપજે છે. તામિલનાડુના આ પ્રવાસમાં મને બે જણ એવાં મળ્યાં છે. મદુરામાં એક ભાઇ અને દેવકોટામાં એક બહેન મળેલાં. મદુરામાં મળેલા ગૃહસ્થ વેપારી છે ને પ્રસિદ્ધિમાં આવેલા નથી. અને દેવકોટાની બહેન તે સ્વ. ન્યાયમૂર્તિ