પ્રારંભ - 63

(74)
  • 4.7k
  • 3
  • 3.3k

પ્રારંભ પ્રકરણ 63"અરે કેતન હું આવી ત્યારની જોઉં છું કે તું એકે દિવસ બપોરે બધાંની સાથે ઘરે જમતો નથી. ક્યાં જાય છે એ પણ જાનકીને કહીને જતો નથી. રોજ રોજ ક્યાં રખડ્યા કરે છે ? " રાત્રે જમતી વખતે જયાબેન બોલ્યાં. "જતો હશે એના કામથી. કેતન હવે મોટો થયો. રોજ મા-બાપને પૂછી પૂછીને થોડો જાય ? અને હવે એ રખડ્યા કરે છે એવું આપણાથી ના બોલાય ! " જગદીશભાઈએ જયાબેનને મીઠો ઠપકો આપ્યો. "મા તો બધું કહી શકે. એ ગમે એટલો મોટો થયો હોય પણ માનો તો એને પૂછવાનો હક છે જ. જાનકીને પૂછો તો એને પણ બિચારીને ખબર નથી