ઋણાનુબંધ - 15

(24)
  • 3.6k
  • 3
  • 2.2k

પ્રીતિ અને અજયની નજર હવે મળી હતી. પ્રીતિએ જોય તો લીધું પણ શરમના લીધે જોયું ન જોયું અને નજર નીચે કરી ગઈ, પાણી લઇ લો, એટલુ પ્રીતિ અજયને બોલી, પણ અવાજ અદંર જ રહ્યો ફક્ત હોઠ જ ફફડ્યા, અને અજયની નજર એ શબ્દોથી ઉચ્ચારણના લીધે કંપી રહેલ હોઠ પર પડી, અને એ હળવા શબ્દો અજય સાંભળી ગયો હોય એમ એ પાણીનો ગ્લાસ લઇ લે છે.પ્રીતિ બધાના ખાલી ગ્લાસ લઇને અંદર જતી રહે છે. કાચના ગ્લાસ એકબીજાને સેજ અડકવાથી આવતા અવાજથી ત્યાં હાજર બધાને ખ્યાલ આવી જ ગયો કે, પ્રીતિના હાથ સહેજ ધ્રુજી રહ્યા છે.પ્રીતિ જેવી રસોડામાં પહોંચી કે એને હાશકારો