ઋણાનુબંધ - 14

(22)
  • 3.2k
  • 4
  • 2.1k

અજય મમ્મીના મુખેથી વાત સાંભળીને અવાચક જ થઈ ગયો. પણ ચહેરા પર એણે પોતાના મનના હાવભાવ પ્રગટ ન જ થવા દીધા. બધાંના ચહેરાની ખુશી એને એમ જ રાખવી હતી વળી, અજયને રઘુકાકાના શબ્દો પણ યાદ આવ્યા કે કુદરત તને કોઈક અણસાર આપશે. અચાનક આ મમ્મીની વાત એને કુદરતની કોઈક અણસાર જ લાગી હતી. સીમાબેન અજયને બોલ્યા, 'દીકરા તું નહીં માને પણ તને વરરાજો બનેલ જોવા હું હવે ખુબ આતુર છું. મને બહુ જ આનંદ થયો, બસ તમે બંન્ને રૂબરૂ પસંદ કરો એટલે તું જો તારા લગ્ન તો જલ્દી જ લઇ લેવા છે.' આમ બોલતા એમણે પોતાના દીકરાના દુખડા લીધા. અજય